વિરહ વધુ વાર નહીં સહેવાય.
હવે નહીં મારાથી રહેવાય.
દાવાગ્નિ દિલનો કોઈથી લેશે ના લેવાય;
પ્રબળ બને છે પ્રતિપળ તે તો, ના કોને કે’વાય. ... વિરહ.
મનના કોડ રહ્યા મનમાં ને તાળુ શેં દેવાય;
તનમનઅંતર ભાવભરેલું તાપે શે ટેવાય ? ... વિરહ.
કૃપાળુ કેમ કઠોર થયા છો, અઘરો છે ન ઉપાય;
કરુણાની વર્ષા વરસો તો મિલન મધુર કહેવાય. ... વિરહ.
(૩-૭-૧૯૫૮, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

