Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રાર્થનાતણો ઉત્તર દો.
ઝંખે તેને જવાબ આપો, કાયમ શાંતિપ્રદાયક હો. ... પ્રાર્થનાતણો.

તલસાવો ના પ્રેમીજનને વધુવાર હવે જોજો હો;
કોચાંના લોચનને લોવા દોડી આવો તુર્ત તમો. ... પ્રાર્થનાતણો.

રોજ રોજ ખખડાવે દ્વારો તેને ના જ નિરાશ કરો;
છાયા માગે, આશ્રય ચાહે, તેને આશીર્વાદ ધરો. ... પ્રાર્થનાતણો.

તાપ શમાવો તપ્તજનોના, દર્દ બધાં દૂર કરી દો;
‘પાગલ’ પોકારે તે પહેલાં પ્રકટો, લેશ વિલંબ ન હો. ... પ્રાર્થનાતણો.

(૮-૭-૧૯૫૮, મંગળવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit