Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ફૂલ કેવું મૂક ધરી જાય સુવાસ,
નદી અર્પે નીર કિન્તુ કરે શોર ન ખાસ;
ધરિત્રી ધારણ કરે છે કરોડો જીવો,
માનપત્ર છતાં ન માગે, સૂર્યને અવકાશ
શાંત સેવા બોલવાનો નથી, રમતાં રાસ
કરોડો કિરણે પ્રદાન કરે સદાય પ્રકાશ.

ઉષાસંધ્યા રાતદિન ને ઋતુતણો ક્રમ આ
નિરંતર ચાલ્યા કરે, કલકલ વહે ઝરણાં;
પર્વતો મૂંગા ઊભા છે ધ્યાનને ધારી,
પવન ને વર્ષા કરે છે ખેલ શા ભારી !
પોતપોતાના જ કર્મે મસ્ત છે સઘળાં,
શાંત સંવાદી કરે સંસારને સઘળાં.

શાંત સંવાદી થઈને તેમ શ્વાસ લઉં,
તમારી આરાધનાનો મૂક અર્ઘ્ય થઉં !

(૨૭-૭-૧૯૫૮, રવિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit