Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માંગુ એક હૃદયનું રાજ.
સમર્પણ કરો સઘળું મુજને અન્ય રહે ના કોઈ કાજ. ... માગું.
 
પ્રત્યેક પળે પાસ વિરાજો, અંતર અંતર કરો અવાજ;
આંખ મળે ને થાય એકતા, વાજે જાણે ઝાંઝપખાજ. ... માગું.

લક્ષ્મી યશની નથી કામના, ચાહું ના સંપત્તિ સાજ;
તમારો કરી દો મુજને તો જીવન પ્રાણ પરમ શિરતાજ. ... માગું.

સ્વર્ગ મોક્ષ ને સર્વ તમે છો ભવસાગરના દિવ્ય જહાજ;
પ્રેમીની પાસે જ રહેજો, જોજો જાય જરી ના લાજ. ... માગું.

(૧-૮-૧૯૫૮, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit