Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી સંભાળ સદા રાખો.
મારું ધ્યાન નિરંતર રાખો.

વૈભવ તેમ વિપત્તિમાંયે ચિત્ત ચરણરસ ચાખો,
સંકટસુખમાં નેહભરેલી નિત્ય નજરને નાખો. ... મારી.

ચિંતા મુશ્કેલી મારીને પ્રેરક વાણી ભાખો,
તમારો જ માનીને મુજને પ્રાણ સમીપે રાખો. ... મારી.

મનનું પંખી ઉડે તમારી તરફ પ્રસારી પાંખો,
‘પાગલ’ પ્રાણ હસે સહવાસે, દ્વાર વિરહનાં વાખો. ... મારી.

(૭-૮-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit