Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુજને ખબર નથી પડતી.
કેમ હજીયે મારી તમને અરજ નથી અડતી. ... મુજને.

અનેક દિનથી કરું પ્રાર્થના, અનુરાગી ઉરથી,
પ્રત્યુત્તરની માળા તમને કેમ નથી મળતી. ... મુજને.

આતુર આંખ તલસતી, ઉરને કળ પણ ના વળતી;
કરુણાસભર શૂન્ય છતાં કાં નજર નથી ફરતી ? ... મુજને.

દિન ને રાત વિરહની અંગે આગ રહે જલતી;
દોડી આવો તોય લઈ ના ભાવતણી ભરતી. ... મુજને.

સાદ સાંભળી સદ્ય પધારો, માન્ય કરો વિનતિ,
ઉપમા આજે તો એકેયે ખરે નથી જડતી. ... મુજને.

(૧૪-૮-૧૯૫૮, ગુરુવાર)

– © શ્રી યોગેશ્વરજી

* * *
સમાપ્ત
* * *

Add comment

Submit