Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવન તમારા મિલને મધુરું બની ગયું છે.

ઊંડી અશાંતિ વ્યાપી અંતરમહીં હમેંશા;
સિંધુમહીં નિરંતર મારી રહ્યો હલેસાં;
આવી ગયો કિનારો, ઉર શાંત ને થયું છે ... જીવન

અસ્વસ્થતા મટી છે મનડાતણી સદાની,
કર્તવ્ય દિવ્ય બનીયાં, દૈવી બની છે વાણી;
જે જે હતું અમંગલ તે સૌ જલી ગયું છે ... જીવન

આનંદના ફુવારા આઠેપહોર ઊડે,
ને પ્રાણ આ રમે છે નિત નવ્ય ખેલકૂદે;
કિસ્મત બધું ફર્યું ને મંગલ બની રહ્યું છે ... જીવન

આશ્રય મળ્યો છે મોટો અંતર અનાથને આ,
બડભાગશું બને ને છાયે પ્રસન્ન ના કેં ?
'પાગલ' હતું જે ખાલી ભરપૂર તે થયું છે ... જીવન

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit