Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવ ને શિવમાં એટલો ભેદ,
વચ્ચે કહેવાયે છે પડદો એક,
વર્ણવે સંત સનાતન વેદ ... જીવ ને શિવમાં

પડદો હઠે તો દર્શન પામે,
બંધન તૂટે સંતાપ સૌ શામે,
આલિંગે અનુભવી પૂર્ણ અભેદ ... જીવ ને શિવમાં

એક જ તત્વનાં નામ છે બંને,
એક જ સત્વનાં ધામ છે બંને,
ભોગવે એક છતાં પણ ખેદ ... જીવ ને શિવમાં

પડદો હઠાવો કૃપા કરી પ્રેમે,
દર્શનનું સુખ સાંપડે રે'મે,
નાનો શો પાડવો કલ્પિત છેદ ... જીવ ને શિવમાં

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit