पञ्चमः प्रश्नः | પાંચમો પ્રશ્ન
ૐકારની ઉપાસનાનું ફલ
સત્યકામ પૂછે છે
अथ हैनं सैब्यः सत्यकामः पप्रच्छ ।
स यो ह वै तभ्दगवन्मनुष्येषु प्रायणान्तमोङ्कारमभिध्यायीत ।
कतमं वाव स तेन लोकं जयतीति । तस्मै स होवाच ॥१॥
Atha hainam Saibyah Satyakamah papraccha ।
sa yo ha Vai tabhdagavanm anusyesu prayanantam omkaram abhidhyayita ।
Katamam Vava sa tena lokam jayatiti । tasmai sa hovacha ॥1॥
ઓમકારની ઉપાસના જો મૃત્યુલગી જન કો’ક કરે,
તો તેને શો લોક મળે છે, તેને તેનું ફલ શું મળે? ॥૧॥
*
પિપ્પલાદ ઋષિ કહે છે
एतद्वै सत्यकाम परं चापरं च ब्रह्म यदोङ्कारः ।
तस्माद्विद्वानेतेनैवायतनेनैकतरमन्वेति ॥२॥
Etadvai Satyakama param cha aparam cha brahma yad omkarah ।
Tasmad vidvanetenaivayatanenaikataramanveti ॥ 2॥
પરમેશ્વર ને જગત બેય છે ઓમકારતણાં રૂપ ખરે,
જે જેને ઈચ્છે તે તેને ઓમકાર થકી પ્રાપ્ત કરે.
વિરાટ જગના ભોગ ચહે તે ભોગ હજારો પામે છે,
જે ઈચ્છે કેવલ પ્રભુને તે પ્રભુને તેમજ પામે છે. ॥૨॥
*
ૐકારની પહેલી માત્રાની ઉપાસનાનું ફલ
स यध्येकमात्रमभिध्यायीत स तेनैव
संवेदितस्तूर्णमेव जगत्याभिसंपध्यते ।
तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा
ब्रह्मचर्येण श्रद्धयासंपन्नो महिमानमनुभवति ॥३॥
Sa yadhyekamatramabhidhyayita sa tenaiva
samvedita sturnameva Jagaty abhisampadhyate ।
Tamrucho manusya-lokam-upanayante sa tatra tapasa
Brahmacharyena sraddhaya sampanno mahimanam anubhavati ॥3॥
પૃથ્વીમાં આસક્ત થઈ જે તેના ભોગો માગે છે,
મરણ પછી તે મૃત્યુલોકમાં આવી ભોગો પામે છે.
માત્રા પ્હેલી ઓમકારની, તેનો પૃથ્વી સાથ સંબંધ,
ઋગ્વેદ-ઋચારૂપ, ઋચા તે મનુષ્યના દેહે દે જન્મ !
એ દેહમહીં તપ ને શ્રદ્ધા, પ્રભુના નિયમોને પાળી,
શ્રેષ્ઠ મનુષ્ય બનીને ભોગો ખૂબ ભોગવે છે ભાઈ ! ॥૩॥

