Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે જ કહોને, હું કઈ ભૂમિકા પર સ્થિત છું ?

તમારા ગજા અથવા ઓછાવત્તા અનુભવ પ્રમાણે તમે મારી ભૂમિકાની કલ્પના કરો છો, એ વિશે મનગમતા અભિપ્રાયો આપો છો. પણ મારા સાચા સ્વરૂપને તમે સમજી નથી શકતા : કહો કે નથી સમજી શકો તેમ. તેથી જ તમે કહો છો કે જ્ઞાનની સાત ભૂમિકામાંથી હું અમુક એક ભૂમિકા સુધી આવી પહોંચ્યો છું.

સાચી વાત તો એ છે કે તમારી ભૂમિકા તે મારી ભૂમિકા છે. એ ભૂમિકાએ હું આવી શકું છું. છતાં એથી પર છું, ને કાયમને માટે પર હોઉં છું. બધી જ ભૂમિકાનો આસ્વાદ લેતો છતાં બધી ભૂમિકાથી પર, અલિપ્ત, અતીત છું !

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)