Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટકેટલી હતી તમોને પરહિતખાતર ઈચ્છા,
શ્વાસ તમે લીધા એનાથી પ્રેરાઇ પૃથ્વી આ.

કેટકેટલા તપ્ત જનોને ઢાળી શીતળ છાયા
તમે સ્વર્ગસુખમાં ન્હવરાવ્યા નીરસ સૂકા ક્યારા
કેટકેટલાં સુધાસિંચને વળી બનાવ્યા ન્યારા
પરિમલથી પરિપ્લાવિત કીધાં પુષ્પ કેટલાં પ્યારાં.

કેટકેટલી હતી તમોને પરસુખખાતર ઇચ્છા,
કર્મો કર્યા તમે એનાથી પ્રેરાઇ પૃથ્વી આ
અશાંત બદ્ધ ને મુક્ત શાંત કે આત્મતૃપ્ત વળી કરવા
તત્પર બન્યાં સદાય સોમલે સ્વાદુ સુધારસ ભરવા
પ્રકાશ પામે તિમિરાચ્છાદિત પ્રાણ જડત્વ ભરેલા
સ્વપ્ન તમે સેવ્યાં એનાથી પ્રેરાઇ વિશ્વે આ.

કેટકેટલાં મુક્તિ માંગે કરે શાંતિની આશા
સુખને ચહે છાયા ઝંખે પ્રકાશ માટે માયા
બન્યા અસીમ અનંત તમે તો કરો અલ્પ પણ એવું
સફળ મનોરથ બને બધાં હો જગત જીવવાં જેવું.

 - શ્રી યોગેશ્વરજી