if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

જવાનું ચોક્કસ આ જગથી.
જન્મમરણની મહાનિસરણી, આ તો લઘુ પગથી
જવાનું ચોક્કસ આ જગથી. …

રોવા તેમ કકળવાથી શું ચિંતા કર્યે અમથી,
પોકાર્યે પણ હેતુ સરે ના તપ યજ્ઞે જપથી
જવાનું ચોક્કસ આ જગથી …

રથ બદલાયે, ગતિ બદલાયે એના અશ્વતણી,
પથ બદલાયો લાગે કો'દિ ના બદલાયે રથી.
જવાનું ચોક્કસ આ જગથી ….

સૂકાયે ને ફરી ભરાયે ચાતુર્માસ નદી;
પાનખરે પાન ખરે પાછાં પ્રગટે પ્રાણ ભરી.
જવાનું ચોક્કસ આ જગથી ….

સ્વર્ણસમય આ શ્રેષ્ઠ સાંપડ્યો, સુંદર સાધનથી
શાંતિસહિત જો જઇ શકાયે શોક રહે ન પછી.
જવાનું ચોક્કસ આ જગથી ….

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.