Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જ્યોતની મદદથી જ્યોત જાગી ગઇ
મંદિરે અંધકારે અનેરી,
લીન પાછી થઇ મૂળ એ જ્યોતમાં
સ્થિરતાથી પ્રકાશી ઘણેરી.

વીચિમાળા થઇ શાંત અર્ણવમહીં
ભિન્ન ભાસી છતાંયે અભિન્ન,
સ્વલ્પ ક્રીડા કરી હર્ષ ઉત્તમ ધરી
શાંતિ પામી બનીને વિલીન.

અગ્નિજ્વાળાથકી દીપ્ત અંગારની
સૃષ્ટિ સુંદર થઇ સહજ ન્યારી,
અગ્નિજ્વાળામહીંને સમાઇ ગઇ
સૂર્યનાં કિરણ જ્યમ સૂર્યમાંહી.

જ્યોતમાંથી થઇ જ્યોત જ્યોતે મળી
માત જ્યોતિર્મયી એ તમારી;
અન્ય દુનિયાથકી પધારી પાછાં ફર્યાં
ત્યાં જ દુનિયા તજીને અમારી.

વીચિશાં સિંધુમાં અગ્નિઅંગારશાં
રશ્મિશાં સૂર્યકેરાં પ્રતાપી,
પદ્મ ખીલ્યું હસી પાંખડી બે ઘડી
ને થયું બંધ સંધ્યા નિહાળી.

મૃત્યુ એને કહ્યું અજ્ઞ કોઇ જને,
મૃત્યુને સ્થાન જીવનમહીં ક્યાં;
એક જીવનથકી અન્ય જીવનમહીં
પૂર્ણ પ્રજ્ઞા સજીને પ્રવેશ્યાં.

ચેતના ચેતના જિંદગી જિંદગી
સિંધુમાં મારતાં ત્યાં હલેસાં.

 - શ્રી યોગેશ્વરજી