Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

જિંદગી મળી તને જિંદગી મળી
હીરામાણેક ને મોતીથી મોંઘી
અમુલખ કહેવાય એવી જિંદગી મળી.

વીરડી મળી તને વીરડી મળી
રણમાં રસાળ મહાવીરડી મળી.
ગીતની મળી સંગીતની મળી
પંક્તિ કલ્યાણકારી ગીતની મળી.

અંધકારમાં અટવાયેલ આત્મને
પરબ પરમ કો' પ્રીતની મળી.
મંથન કરીને કોઇ મૂકી ગયું એવી
પ્યાલી કોઇ નવનીતની મળી.

દેવો ને સિદ્ધોએ રાખી અપેક્ષા એવી
કરુણાની કાયમની હેલી મળી.
અમુલખ કહેવાય એવી જિંદગી મળી.

 - શ્રી યોગેશ્વરજી