Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

માતૃદેવો ભવ માતૃદેવો ભવ
પરમ એ મંત્ર છે માન મારું.
મર્મને સમજતાં તોડ તાળું,
શાંતિમાં સ્નાન કર સુખમહીં મગ્ન ફર
પામશે સિદ્ધિનું સ્થાન ન્યારું… માતૃદેવો ભવ

દેવ બીજા વસે વિશ્વમાં આ
કિન્તુ પ્રત્યક્ષ છે દેવ માતા,
દેવદેવેશ એ પ્રગટ અખિલેશ છે
નિત્ય આરાધ ને પામ શાતા… માતૃદેવો ભવ

તીર્થમાં વાસ કરતો વિચરતો
તીર્થ જંગમ પરમપુનિત માતા
લક્ષમાં લેશ એ જ્ઞાનને ધાર તો
મુક્ત બનશે મધુર મુક્તિદાતા… માતૃદેવો ભવ

કામધેનુ સદા સેવ સ્નેહે,
ત્રુટિ કદીયે રહેશે ન કેમે
પૂર્ણ પરિતોષથી અચળ અનુગ્રહથકી
ક્ષતિ રહેશે નહીં યોગક્ષેમે… માતૃદેવો ભવ

 - શ્રી યોગેશ્વરજી