Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે ક્યાં ગયાં છો ? ક્યાં ગયાં ?
સ્થૂળરૂપ તજી સુસૂક્ષ્મે
સુખદ દર્શન શ્રવણ કરતાં સર્વના સાથે રહ્યાં
તમે ક્યાં ગયાં છો ? ક્યાં ગયાં ?

છે વ્યોમ સૌથી પર છતાં સૌમાં સમાયું લાગતું
ને વાયુતેજતણું પ્રકાશન બાહ્ય આંતર ભાસતું.
જ્વાળા જલી ને  ધૂમ્રરેખા સમાઇ અવકાશમાં.
તમે ક્યાં ગયાં છો ? ક્યાં ગયાં ?

પ્રકટ્યાં હતાં જ્યાંથી ગયાં ત્યાં કરીને લીલા તમે,
જીવન અકલ્પ્ય અનંતને માન્યું કરુણ મરણ અમે.
માળા તરંગતણી તણી વળી પાછી સનાતન સિંધુમાં
પાછું ફર્યું સંધ્યાસમે વનથી વિહંગ નિબીડમાં.
તમે ક્યાં ગયાં છો ? ક્યાં ગયાં ?

 - શ્રી યોગેશ્વરજી