Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

તમે મંગલ મંદિર મારું.
તમે તીર્થ સનાતન ન્યારું.
તમે મંગલ મંદિર મારું.

તમે પરમચંદ્રિકા પ્રત્યક્ષ ખરે
અંધારે અજવાળું;
તમે દીપજ્યોતિ, પુષ્પોનું સુંદર
ઉપવન શાશ્વત પ્યારું.

તમે ગંગાયમુનાસરસ્વતીથી
અધિક સુખદ મમતાળુ,
મહિમામય વિશેષ સાધનાતણી
સંસિદ્ધિ પદ ચારું.

તમે શાંતિ સનાતન પ્રેમ પુરાતન
પ્રગટ પ્રભાત કૃપાનું;
જીવન ધરવાને સ્વાપર્ણ કરવા
રૂપ ધરેલ માનું.

 - શ્રી યોગેશ્વરજી