Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અર્પે ઉપસ્થિતિથકી પ્રિય પ્રેરણાને
દે શક્તિ શાંતિ રસ પ્રેમ પ્રકાશ નિત્ય
દે સાથ જીવનમહીં સહયોગ છાયા
અર્પે ઉપસ્થિતિથકી પ્રિય ચેતનાને

એવું કહે વિબુધને મુજને જણાવે,
માતા ગયાં તન તજી તમને પછીથી
શૂન્યાવકાશ નવ જીવનમાં જણાયે ?
આનંદ કે રસ ઘટ્યો સહસા જરાયે ?

હું એમને સહજ શાંત ઉત્તર આપું,
માતા ગયાં તન તજી પણ એમની ના
લાગે અનુપસ્થિતિ લેશ; પરોક્ષ રીતે
એવો જ સાથ સહયોગ પ્રકાશ અર્પે

એ આત્મને; અનુભવું નવ રિક્તતાને.
એ તો હતાં, હજું રહ્યાં, રહેશે સદાયે.

 - શ્રી યોગેશ્વરજી