Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

થયાં તમને કહો વરસો કેટલાં ?
તમે માનો એટલાં.
તોપણ કહો, ત્રીસ કે ચાલીસ,
સાઠ પચાસ કે
વધારે, સિત્તેર એંસી જેટલાં ? ના,
થયાં ના મુજને વરસ ના એટલાં.
તો કેટલાં ?
પૂછતાં જિજ્ઞાસુ તમને જાણવા.

તમે અંતે શાંતિપૂર્વક તેમને
કહેતાં કે જ્યારથી જાગી ગઇ
જ્ઞાનની દુનિયામહીં, અભિનવ મળી
જિંદગી આ ત્યારથી, હા ત્યારથી
હજી શૈશવમાં જ છું જીવી રહી.

ગૂઢ વાત તમે રહેતાં એ કથી.
થયો મોટો શેં મનાયે માનવી ?

 - શ્રી યોગેશ્વરજી