इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितम् ।
पठेद्य इच्छेत्पुरुषः श्रेयः प्राप्तुं सुखानि च ॥२१॥
Emam stavam bhagavato vishnor-vyāsena kirtitam;
Pathedya echhet purushah shreyah praptum sukhani-cha.
કલ્યાણ ઇચ્છતાં તેમ સુખને ચાહનાર જે,
મહર્ષિ વ્યાસની વિષ્ણુ-સ્તુતિ આ તે સદા કરે.
--------------------
विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययम् ।
भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् ॥२२॥
Vishveshvaramajam devam jagatah prabhum avyayam;
Bhajanti ye pushkarāksham na te yanti parābhavam.
(હરિગીત)
વિશ્વેશ્વર જે દેવ અજન્મા અવિનાશી આ જગના છે,
કમળસમાં સુંદર લોચનનાં, સર્જક દેવ જગતનાં છે;
પ્રેમભાવથી જે માનવ તે દેવદેવનું ભજન કરે,
શોકમોહથી મુક્ત થઇ તે સુખી થાય ને વિજય વરે.
--------------------
अर्जुन उवाच
पद्मपत्रविशालाक्ष पद्मनाभ सुरोत्तम ।
भक्तानामनुरक्तानां त्राता भव जनार्दन ॥२३॥
ARJUNA UVACHA
Padma-patra vishālāksha padma-nābha surottama;
Bhaktāna manur aktanam trāta bhava janārdana.
અર્જુન કહે છેઃ
પદ્મનાભ હે દેવ દેવના, કમલનેત્ર, પરમેશ્વર હે,
પ્રેમી ભક્તોના રક્ષક હો, પ્રેમી પિતા જગતના હે !
--------------------
श्रीभगवानुवाच
यो मां नामसहस्रेण स्तोतुमिच्छति पाण्डव ।
सोहऽमेकेन श्लोकेन स्तुत एव न संशयः ॥२४॥
SHREE BHAGAVAN UVACHA
Yo-mam nāma sahasrena stotum ichhati pāndava;
Soham ekena shlokena stuta eva na samshayah.
શ્રી ભગવાન કહે છેઃ
હજાર નામથી મારી સ્તુતિ જો ના કરી શકે,
એક શ્લોક થકી મારી સ્તુતિ પૂર્ણ થઇ શકે.
--------------------
नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा क्षिशिरोरुबाहवे ।
सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः ॥२५॥
Namo stvanantāya sahasra murtaye
Sahasra pāda kshishiro rubahave;
Sahasra nāmne purushāya shāsvate
Sahasra koti-yuga-dhārine namah.
(હરિગીત)
હજાર જેનાં રૂપ, હજારો લોચન શિર ને પગ જેનાં,
હજાર સાથળ હાથો તેમજ હજાર નામ કહ્યાં જેનાં;
પુરુષ સનાતન હજાર કોટી યુગને હે ધારણ કરતાં,
નમસ્કાર હું કરું તમોને સર્વ શોક સંકટ હરતાં !

