if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

prabhu

શ્રી યોગેશ્વરજી
( ૧૫ ઓગષ્ટ ૧૯૨૧ - ૧૮ માર્ચ ૧૯૮૪ )

ગુજરાતની સાહિત્યરસિક અને અધ્યાત્મપ્રેમી જનતાને શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. મા શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી વીસમી સદીના ગુજરાતમાં થઈ ગયેલા સમર્થ સંત અને સાહિત્યકાર હતા. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના સર્વોત્તમ શિખરો સર કરનાર યોગેશ્વરજી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહામાનવ હતા.

ઈ.સ. ૧૯૨૧ ની પંદરમી ઓગષ્ટે અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી 'મા' ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિમાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.

ઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની પુણ્યભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન છતાં એમની નમ્રતા, નિરભિમાનતા તથા સાદગી જિજ્ઞાસુઓને પ્રથમ નજરે આકર્ષતી.

સત્ય અને અહિંસાના પૂજારી તથા પ્રાર્થના પર અખૂટ વિશ્વાસ ધરાવનાર મહાત્મા ગાંધીજીને આદર્શ માનનાર શ્રી યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.

યોગ, ભક્તિ અને જ્ઞાન - ત્રણેય માર્ગે કુશળતાથી કેડી કંડારનાર શ્રી યોગેશ્વરજીની આમજનતા માટેની સૌથી વિશેષ અને શકવર્તી ઉપલબ્ધિ તેમના વરદ હસ્તે થયેલ વિપુલ સાહિત્યસર્જનને ગણી શકાય. શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય 'ગાંધીગૌરવ'; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા 'પ્રકાશના પંથે'; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, ઉમદા વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે. એમના સર્જનો વિશે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એમણે કેવળ લખવા ખાતર નથી લખ્યું. એમની રચનાઓ કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ એમના અસાધારણ જીવનની અભિનવ અભિવ્યક્તિ છે. એમના વૈવિધ્યસભર અને માતબર સાહિત્યપ્રદાનને હજુ ગુજરાતના સાહિત્યકારોએ અને સાહિત્યરસિક પ્રજાએ યથાર્થ અને પૂર્ણપણે પિછાણવાનો બાકી છે.

શુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્ખલિત રીતે વહેતી એમની ઓજસ્વી વાણીમાં થતા જ્ઞાન, યોગ અને ભક્તિના રહસ્યોના ઉદઘાટનનું પાન કરવાનું સૌભાગ્ય ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.

ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માર્ચે તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અનેકવિધ માનવતાવાદી સત્કાર્યો અને તેમના ઝળહળતા આધ્યાત્મિક વારસાને મા સર્વેશ્વરી સર્વોત્તમ રીતે દીપાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર swargarohan.org વેબસાઈટ તથા સ્થુળ રીતે અંબાજીમાં દાંતા રોડ સ્થિત સ્વર્ગારોહણ ધામ એમના મહિમાવંત જીવન અને કાર્યોની યશગાથાને ગાઈ રહ્યું છે.

Shri Yogeshwarji ( Aug 15, 1921 - Mar 18, 1984)

Author of more than hundred books, Mahatma Shri Yogeshwarji was a self-realized saint, an accomplished yogi, an excellent orator and an above par spiritual poet and writer. In a fascinating life spanning more than six decades, Shri Yogeshwarji trod the unknown intricate path of spiritual attainments single handedly and put immense faith in the tenderheartedness of God in the form of Mother Goddess.

Shri Yogeshwarji dared to dream of attaining heights of spirituality without guidance of any embodied spiritual master and thus defied popular myths prevalent among the seekers of spiritual path. He blazed an illuminating path for others to follow.

Born on August 15th 1921 to a poor Brahmin farmer in a small village near Ahmedabad in Gujarat, Shri Yogeshwarji lost his father at the tender age of 9. He was taken to a Hindu orphanage in Mumbai for further studies. However, God's wish was to make him pursue a different path. He left for Himalayas early in his youth at the age of 20 and thereafter made holy Himalayas his abode for penance for nearly two decades. During his stay there, he came across a number of known and unknown saints and sages. He was blessed by divine visions of many deities and highly illumined souls like Raman Maharshi, Sai Baba of Shirdi among others.

Yogeshwarji's experiences in spirituality were vivid, unusual and amazing. He succeeded in scaling the highest peak of self-realization resulting in direct communication with the Almighty. He was also blessed with extraordinary spiritual powers (siddhis) illustrated in ancient Yogic scriptures. After achieving full grace of Mother Goddess, he started to share the nectar for the benefit of mankind. He traveled to various parts of India as well as abroad on spiritual mission where he received enthusiastic welcome.

He wrote more than 100 books on various subjects and explored all form of literature. His autobiography 'Prakash Na Panthe' - much sought after by spiritual aspirants worldwide, is translated in Hindi as well as English. A large collection of his lectures in form of audio cassettes are also available.

For more than thirty years, Yogeshwarji kept his mother, Mataji Jyotirmayi with him and thus became a living example of well known Sanskrit adage 'Matru Devo Bhava' (मातृ देवो भवः - Mother is a form of God). Yogeshwarji was known among saints of his time as Matrubhakta Mahatma. Mataji Jyotirmayi left for heavenly abode in 1980 after receiving exemplary services at the hands of Yogeshwarji and Maa Sarveshwari at Bhavnagar.

Shri Yogeshwarji left his physical body on March 18th 1984 at Mumbai, while delivering a lecture at Laxminarayan Temple, Kandiwali. Before leaving, Shri Yogeshwarji left behind him a spiritual legacy in the form of Maa Sarveshwari, who is now looking after his manifold benevolent activities.

It has been ages since we have come across a saint of Yogeshwarji's caliber and magnitude. His manifestation will continue to provide divine inspiration for the generations to come.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.