Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહિમા જાણ્યો તમારો, આજ મેં જાણ્યો તમારો,

એક વૃક્ષની બે શાખાનાં પંખી,
રૂપ રંગ એક જ ને સનાતન સંગી,
તોયે તફાવત ન્યારો ....મહિમા જાણ્યો તમારો.

જીવ હું, તમે શિવ, સૃષ્ટિના સ્વામી,
એક છતાં અનેક છો તમે બહુનામી,
આતમ અલૌકિક મારો ....મહિમા જાણ્યો તમારો.

હૃદયે રમો તમે માયા પતિ મારા,
કરુણાની વરસાવો અહર્નિશ ધારા;
પાવન પ્રેમથી પાળો ....મહિમા જાણ્યો તમારો.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit