પોતે પોતામાં મગન,
એ જ મોટામાં મોટો યગન
.. પોતે.
જગાવી અવનવી અસીમ,
અહર્નિશ અંતરે લગન.
.. પોતે.
શમાવી આત્મની અગન,
જીવવું વિહરતાં ગગન.
.. પોતે.
પોતે પોતામાં મગન,
નથી અન્ય મંગલ યગન
.. પોતે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }