Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરિતાએ કોઈને સમીપ આવવા નથી કહ્યું
સમીપે ના આવવા પણ નથી કહ્યું;
સમીપે પહોંચે છે તે સલિલનો સ્વાદ લે છે,
સમીપે ના પહોંચનાર એનાં આસ્વાદથી વંચિત રહે છે.

પુષ્પે કોઈને પાસે પહોંચવા નથી જણાવ્યું,
પાસે ના પહોંચવા પણ નથી જણાવ્યું,
પાસે પહોંચે છે તે પરિમલને માણે છે,
પાસે નથી પહોંચતા તે એને મિથ્યા જાણે છે.

સૂર્યે કોઈને સંનિકટ આવવા નથી આમંત્ર્યું,
કોઈને સંનિકટ ના આવવા પણ નથી ઝંખ્યું;
સંનિકટ પહોંચે છે એ એની ઉષ્માને અનુભવે છે,
નથી પહોંચતા એ એની હૂંફથી વંચિત રહે છે.

એવી જ રીતે ....

- શ્રી યોગેશ્વરજી