બંધ મુંબાઈનગર સર્વત્ર આ.
દુકાનો, સ્કૂલો, કચેરી, ઓફીસો
બસો, ટેક્ષી, મીલ તેમજ ફેકટરી
બંધ સઘળું આજ, કોલાહલભર્યા
માર્ગ સૂના છેક પશ્ચિમપૂર્વમાં
વળી ઉત્તર તેમ દક્ષિણ દીસતા.
બંધ મુંબાઈનગર સર્વત્ર આ.
દેવમંદિર નથી બંધ અને નથી
બંધ મહેફિલ ગારુકેરી ફક્ત આ.
બંધ શ્વાસોશ્વાસ-શોક-અશાંતિ ના.
- શ્રી યોગેશ્વરજી

