Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હિંમત તેમજ ધીરજ ધાર.

સાધકવીર, કરી મન મક્કમ નિર્બળતાને ટાળ;
ભય ને ચિંતા શોક તજી દે તેમ નિરાશા માર. ... હિંમત.

કંટકથી ગભરાયે શાને, ગુલાબ તેનો સાર;
વૃષ્ટિને હો મેળવવી તો વાદળથી કર પ્યાર. ... હિંમત.

મારગમાં છો મોજાં આવે, નાવિક થાયે પાર;
સામી છાતીએ ઘા ઝીલે રણમાં વીર અપાર. ... હિંમત.

ચંચળતાને છોડી હૈયે ધ્યેય વિજયનું ધાર;
અસંખ્ય અવમાને આજે તે કાલ કરે સત્કાર. ... હિંમત.

(૧-૯-૧૯૫૭, રવિવાર. ભાદરવા સુદ ૮)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit