Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નાહિંમત ના થવું કદીયે, નાહિંમત ના થવું.

સિતારતાર ભલેને તૂટે,
છો સંગીત ન સ્વલ્પ વછૂટે;
શાંત રહી અંતરના તારે ગાવું ગીત નવું. ... કદીયે નાહિંમત.

પ્રવાસ કપરો, સાથ ન કોઈ,
વધવું તોપણ આંસુ લોઈ;
મુશ્કેલી ને ચિંતામાં ના ભારે થાય ભવું. ... કદીયે નાહિંમત.

પ્રવાસ વારંવાર કરાયે,
ધ્રુવપદ તોય ન પાસ જણાયે;
તોપણ શ્રદ્ધાને ખોઈ ના હારી હામ જવું. ... કદીયે નાહિંમત.

શૂળી ઉપર પડે ચાલવું,
અંગારામાં તેમ મ્હાલવું;
ડગવું ના, વધુ વધુ સહવા માટે તૈયાર થવું. ... કદીયે નાહિંમત.

સદાય લે જીવનનો લ્હાવો;
ભલે જલે જીવનની જ્વાળાઓ;
મહાવીર જીવનને માણે કોટીવાર કવું. ... કદીયે નાહિંમત.

(૪-૭-૧૯૫૮, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit