Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નથી પુષ્પો, ધૂપ કે નૈવેદ્ય મારી પાસ,
ગીત ગાઊં કેમ છું ના ગવૈયોયે ખાસ;
અન્ય આભૂષણ તમોને કહો અર્પું શું,
અકિંચન પણ ભાવભીનો એક આવ્યો હું.

તમારી પૂજામહીં સંલગ્ન છું હું તો,
થયો ‘પાગલ’ પ્રેમમાં છે વસવસો ન કશો;
અમર હો પૂજા, હૃદય તેમાં સદાય વસો;
એજ ચાહું આંખ આગળથી કદી ન ખસો.

(૩૧-૭-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit