હું તો તને ચાહવા ખાતર ચાહું.
દુઃખના ડુંગર છોને પડે,
‘કરી દૂર દે’ એમ ન ગાઉં ... હું તો તને.
જ્ઞાનની વાતોને ભૂલી જઊં ભલે,
જ્ઞાનની માંગ ના લાવું ... હું તો તને.
વૈભવ માંગું ના, રંક ભલે રહું,
ફૂટી બદામ ન ચાહું ... હું તો તને.
પ્રેમ નથી મારો જ્ઞાનને માટે,
વૈભવ દુઃખ નિવારણ સાટે;
ગમે તે વેશમાં, રાખે તે દેશમાં,
આશિષ આપ કે ભૂલું તને ના,
નેહે નિરંતર ન્હાઊં ... હું તો તને.
- શ્રી યોગેશ્વરજી

