Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ મુગ્ધ મસ્ત દિલમાં છે ચાહના ભરેલી,
એકાદ મૂક આશા એની મહીં ઉઠેલી
કોઇક બીજ હોયે સીંચન તહીં થવાની
કોઇક અંકુરોમાં ફુટવા કળી મજાની.

હોયે કળી બની ત્યાં ફુલ ગંધ આપવાની,
કોઇ ફુલ થઇને ફલ મિષ્ટ આવવાની. ... આ મુગ્ધ

કોઇક બીન તારે સંગીતમાં ઉઠીને,
કોઇક દીન પ્રાણે સંજીવની બનીને,
કોઇક તીવ્ર તાપે છાયા મહા થઇને,
કોઇક મૂક આહે અશ્રુમહીં સરીને.

આ સ્વસ્થ કાય, મન આ, આ દિવ્ય હૈયું મારું,
'પાગલ' ચહે થવાને સંપત્તિ કોક સારું ... આ મુગ્ધ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit