Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાસુસોથી ચેતતા રહેજો, તસ્કરો ના ફાવવા દેજો,

વિરોધી અંદર બહાર રહ્યા, ખેલ સૌના મલિન છે સઘળા;
એમને મેદાન ના દેજો, શરણ શ્રીવરનું સદા લેજો ... જાસુસોથી

મહામોંઘું ધન તમે પામ્યા, ક્લેશ જેથી તમારાં શામ્યા,
પરમનિધિ તે લૂંટવા માગે, રહેવા દે સદા ના રાગે.

સ્મરણની સ્વર્ગીય સરિતામાં, નિમજ્જન કરતા સદા રહેજો,
કૃપાળુ સંરક્ષશે સઘળે, અન્યને કાંઈ જ ના કહેજો ... જાસુસોથી

જટિલ યાત્રા જિંદગી કેરી, સનાતન સાથી સફળ કરશે,
વિરોધો, વિધ્નો, વિષાદોને, વિષમતા ને વિરહને હરશે.

પરમપદ અંતે સુખદ ધરશે, કિન્તુ કાર્ય તમે કર્યા કરજો,
પ્રમાદ તજી એક આરાધન, અહર્નિશ કરતાં સુખે સહેજો ...જાસુસોથી

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit