બે માત્રાની ઉપાસનાનું ફલ
अथ यदि द्विमात्रेण मनसि संपध्यते
सोऽन्तरिक्षं यजुर्भिरुन्नीयते सोमलोकम् ।
स सोमलोके विभुतिमनुभूय पुनरावर्तते ॥४॥
Atha yadi dvi-matrena manasi sampadhyate
So'ntariksam Yajurbhir unniyate somalokam ।
sa somaloke vibhutim anubhuya Punaravartate ॥4॥
બે માત્રાનું ધ્યાન કરે તો ચંદ્રલોકને પામે છે,
સ્વર્ગલોકની અભિલાષાથી ચંદ્રલોકને પામે છે;
તે મનુષ્યને યજુર્વેદના મંત્ર ઉપર પ્હોંચાડે છે,
ભોગ ભોગવી ચંદ્રલોકના મૃત્યુલોકમાં આવે છે.
ઉપાસનાનું પૂરું થાયે પુણ્ય પછી તે આવે છે,
કર્મ પ્રમાણે મનુષ્યની કે બીજી યોનિ પામે છે. ॥૪॥
*
ત્રણ માત્રાથી કેવલ પરમાત્માની ઉપાસનાનું ફલ
यः पुनरेतं त्रिमात्रेणोमित्येतेनैवाक्षरेण परं
पुरुषमभिध्यायीत स तेजसि सूर्ये संपन्नः ।
यथा पादोदरस्त्वचा विनिर्भुच्यत एवं ह वै स पाप्मना विनिर्भुक्तः स
सामभिरुन्नीयते ब्रह्मलोकं स एतस्माज्जीवघनात् परात्परं
पुरुशयं पुरुषमीक्षते । तदेतौ श्लोकौ भवतः ॥५॥
Yah punaretam tri-matren om itye tenaiv aksarena param
Purusam abhidhyayita sa tejasi surye sampannah ।
Yatha padodarastvacha vinirbhuchyata evam ha vai
Sa papmana vinirbhuktah sa samabhir unniyate brahma-lokam
sa etasmajjivaghanat paratparam Purusayam purusam iksate ।
Tadetau slokau bhavatah ॥5॥
પરંતુ જે જન ઓમકારથી પરમાત્માને પૂજે છે,
સાપ કાંચળી છોડે તેવો પાપેથી તે છૂટે છે;
સૂર્યલોકમાં જાય તે પછી સામવેદની શ્રુતિ તેને
બ્રહ્મલોકમાં પ્હોંચાડે છે, તે તો પ્રભુને પામે છે.
જીવતત્વથી ખૂબ શ્રેષ્ઠ તે અંતર્યામી પરમાત્મા,
તેને તે સાક્ષાત કરી લે જેણે જગને ધાર્યું આ. ॥૫॥

