षष्ठः प्रश्नः | છઠ્ઠો પ્રશ્ન
સોળ કલાવાળો પુરુષ કોણ છે ?
अथ हैनं सुकेशा भारद्वाजः पप्रच्छ ।
Atha hainam sukesa Bharadvajah papraccha ।
ભરદ્વાજપુત્ર સુકેશા પૂછે છે
भगवन् हिरण्यनाभः कौसल्यो राजपुत्रो मामुपेत्यैतं प्रश्नमपृच्छत ।
षोडशकलं भारद्वाज पुरुषं वेत्थ । तमहं कुमारम्ब्रुवं नाहमिमं वेद ।
यध्यहमिममवेदिषं कथं ते नावक्ष्यमिति ।
समूलो वा एष परिशुष्यति योऽनृतमभिवदति तस्मान्नार्हम्यनृतं वक्तुम् ।
स तूष्णीं रथमारुह्य प्रवव्राज । तं त्वा पृच्छामि क्वासौ पुरुष इति ॥१॥
Bhagavan Hiranyanabhah Kausalyo rajaputro
mam upetyaitam prasnam aprcchata ।
sodasa-kalam Bharadvaja purusam vettha ।
tamaham kumaram bruvam naham imam Veda ।
Yadhyaham imama vedisam katham te navaksyamiti ।
samulo va esa parisusyati yo'nrutam abhivadati
tasmannarhamy anrutam vaktum ।
Sa tusnim ratham-aruhya pravavraja ।
Tam tva prucchami kvasau Purusa iti ॥1॥
કહ્યું સુકેશાએ, હે ભગવન્, કોશલદેશી રાજકુમાર,
હિરણ્યનાભે મારી પાસે આવી પૂછ્યું એક સવાર,
‘સોળ કલાના પુરુષને શું તમે સુકેશા, જાણો છો?’
‘નથી જાણતો’, તરત કહ્યું મેં, ‘એની આશાને છોડો.’
‘જાણત તો તો કહેત તુજને, જૂઠું તો કેમ જ બોલાય,
અસત્ય બોલે સમૂળગો તેનો તો સાચે નાશ જ થાય.’
ચૂપચાપ રથ પર બેસીને ગયો પછી તે રાજકુમાર;
કોણ પુરુષ છે સોળ કળાનો, તે જ પ્રશ્ન પૂછું છું આજ. ॥૧॥
*
પિપ્પલાદ કહે છે
तस्मै स होवाच ।
इहैइवान्तःशरीरे सोभ्य स पुरुषो यस्मिन्नताः षोडशकलाः प्रभवन्तीति ॥२॥
Tasmai sa hovacha ।
Ihaivantah sarire sobhya sa Purusho
Yasminnatah sodasa-kalah prabhavant iti ॥2॥
મહર્ષિ બોલ્યા, પુરુષ તે તો આ જ દેહની અંદર છે,
તે પુરુષમાં સોળ કલા છે જેથી આ જગ પ્રકટે છે. ॥૨॥

