स ईक्षाचक्रे ।
कस्मिन्नहमुत्क्रान्त उत्क्रान्तो भविष्यामि
कस्मिन्वा प्रतिष्टिते प्रतिष्टस्यामीति ॥३॥
Sa iksachakre ।
Kasmin naham utkranta utkranto bhavisyami
Kasminva pratisthite pratisthasyam iti ॥3॥
જગત રચ્યું તે પ્હેલાં પરમાત્માએ આમ વિચાર કર્યો,
જેના રે’તાં જતાં રહું ને જઊં હું એવું તત્વ બનો.
જગતમહીંથી તત્વ જાય તે, મારી સ્થિતિ પણ તો ન રહે,
તત્વ તે રહે તો મારી પણ સત્તા જગમાં વ્યક્ત રહે. ॥૩॥
*
स प्राणमसृजत प्राणाच्छ्रद्धां खं वायुर्ज्योतिरापः पृथिवीन्द्रियं मनः ।
अन्नमन्नाद्वीर्यं तपो मन्त्राः कर्म लोका लोकेषु च नाम च ॥४॥
Sa pranam asrujata pranacchraddham kham
Vayur jyotirapah Pruthivindriyam manah ।
Anna mannadviryam tapo mantrah karma
Loka Lokesu cha nama cha ॥4॥
એમ વિચારી રચ્યો પ્રાણને, પછી કર્મની શ્રદ્ધાને,
વ્યોમ વાયુ ને તેજ વારિ ને પૃથ્વી ઈન્દ્રિય ને મનને;
પછી અન્નને કર્યું; અન્નથી કરી વીર્યની રચનાને,
તપ ને મંત્રો કર્મ રચ્યાં સૌ લોક, નામને રચિયાં ને.
સોળ કલાથી યુક્ત આમ આ બ્રહ્માંડ રચી પોતે તે
બ્રહ્માંડ મહીં પ્રવેશિયા છે, સોળ કલાવાળા છે તે.
શરીર પણ બ્રહ્માંડતણો છે વિભાગ નાનો તેથી આ,
શરીરમાં છે સોળ કળાનો પુરુષ, લેવો દેખી હા ! ॥૪॥
*
પ્રલયનું વર્ણન
स यथेमा नध्यः स्यन्दमानाः समुद्रायणाः समुद्रं प्राप्यास्तं
गच्छन्ति भिध्येते तासां नामरुपे समुद्र इत्येवं प्रोच्यते ।
एवमेवास्य परिद्रष्टुरिमाः षोडशकलाः पुरुषायणाः पुरुषं
प्राप्यास्तं गच्छन्ति भिध्येते चासां नामरुपे पुरुष इत्येवं
प्रोच्यते स एषोऽकलोऽमृतो भवति तदेष श्लोकः ॥५॥
Sa yathema nadhyah syandamanah samudrayanah samudram Prapyastam
Gacchanti bhidhyete tasam namarupe samudra ityevam prochyate ।
Evam evasya paridrasturimah sodasa-kalah purusayanah Purusam
Prapyastam gacchanti bhidhyete chasam namarupe purusa ityevam
Prochyate sa eso'kalo'mruto bhavati tadesa slokah ॥5॥
સિંધુ તરફ જાનાર નદીઓ જેમ સિંધુમાં જાયે છે,
ત્યારે સિંધુ ગણાયે તે સૌ, નામ જુદાં તે ના રે’છે;
તે જ પ્રમાણે સોળ કલાનું જગત પરમગતિ ઈશ્વરમાં,
પ્રલયકાળમાં મળી જાય છે, નામરૂપ છે નશ્વર આ;
ગણાય છે ઈશ્વર એમ જ તે, નામ જુદાં તે ના રે’છે,
તે જ સર્વના આશ્રય સોળ કલાવાળા પરમાત્મા છે. ॥૫॥

