अरा इव रथनाभौ कला यस्मिन्प्रतिष्टिताः ।
तं वेध्यं पुरुषं वेद यथ मा वो मृत्युः परिव्यथा इति ॥६॥
Ara iva rathanabhau kala yasmin pratisthitah ।
Tam vedhyam Purusham veda yatha
ma vo mrutyuh parivyatha iti ॥ 6॥
રથની નાભિસમા જે પ્રભુમાં સર્વ કલાઓ વાસ કરે,
તે ઈશ્વરને જાણવા ઘટે, મૃત્યુ જેથી ના દુઃખ દે. ॥૬॥
*
પિપ્પલાદ ઋષિ પૂરું કરે છે
तान् होवाचैतावदेवाहमेतत् परं ब्रह्म वेद ।
नातः परमस्तीति ॥७॥
Tan hovacha ita vadevaham etat param brahma veda ।
Natah Param ast iti ॥ 7॥
કહ્યું પછી ઋષિએ તે સૌને, આટલું જ હું જાણું છું,
બ્રહ્મ વિશે આથકી શ્રેષ્ઠ કૈં નથી, આ જ હું જાણું છું. ॥૭॥
*
ते तमर्चयन्तस्त्वं हि नः पिता योऽस्माकमविध्यायाः
परं परं तारयसीति । नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः ॥८॥
Te tamarchayantas tvam hi nah pita
yo'smakam avidhyayah Param param tarayas iti ।
Namah Parama Rushibhyo namah Parama Rushibhyah ॥8॥
ઋષિઓએ તે પછી મહર્ષિ પિપ્પલાદની કરી પૂજા,
આપ અમારા સત્ય પિતા છો, કહી કહીને કરી પૂજા.
અજ્ઞાનથકી કાઢી અમને મૂક્યા જ્ઞાનતટે જ તમે,
નમસ્કાર હો તમને, પરમ મહર્ષિ, વંદન હો તમને ! ॥૮॥
છઠ્ઠો પ્રશ્ન પૂરો
Iti prasnopanisadi sashthah prasnah ॥
* * *
અથર્વવેદીય પ્રશ્નોપનિષદ સમાપ્ત

