Text Size

શ્રી યોગેશ્વરજી કૃત દેશભક્તિના ગીતોનો સંગ્રહ 'હિમાલય અમારો' માં પ્રસ્તુત ગીતો.

1961ની વાત. ભારતની ઉત્તર સીમા સળગી ઊઠી. વરસો અને યુગોથી પ્રશાંત રહેનારી, દેશને માટે દુર્ભેદ્ય દિવાલ જેવી બનેલી, હિમાલયની પુણ્યભૂમિ, એકાએક આવી પડેલા આક્રમણનો શિકાર બની ગઈ. એ તપોભૂમિ હાલી ઊઠી. આક્રમક સૈનિકોના અવરજવરથી ધમધમી ઊઠી. હિમાચ્છાદિત હિમાલયને પાર કરીને, પરદેશી ધાડાં દેશ પર ઉતરી પડ્યાં. પરંતુ એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે, જોત જોતામાં તો દેશ આખો બેઠો થઈ ગયો. દેશભક્તિ કે દેશપ્રેમની એક નવી, જોરદાર લહરી દેશભરમાં ફરી વળી. પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ, એના રંગમાં રંગાયા, ને ટટ્ટાર થયાં. નાની ને ગૌણ વાતો ભૂલાઈ ગઈ. આડવાતો એક તરફ રહી; અને રાષ્ટ્રની સુરક્ષા કે સલામતીની એકમાત્ર વાત, અને અત્યંત અનિવાર્ય વાત, જનતાની આગળ આવીને ઊભી રહી. અથવા તો પ્રધાન બની ગઈ.

વરસો જ નહિ, યુગોથી હિમાલય ભારતનો હતો. એના પર ભારતનું આધિપત્ય હતું. રાજકીય આધિપત્ય તો ખરું જ, પરંતુ સાંસ્કૃતિક આધિપત્ય પણ. ભારતીય સંસ્કૃતિ હિમાલયના પાવન પ્રદેશની સહચરી હતી. એ સંસ્કૃતિ ત્યાં ફાલીફુલીને મોટી થઈ હતી. એ સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથ ત્યાં સાકાર બનેલા. વ્યાસ, શંકરાચાર્ય, ને કાલિદાસે તેની પ્રશસ્તિ કરેલી. એ ભૂમિ યુદ્ધભૂમિ બનીને બીજાના હાથમાં જાય, તે દેશ કેવી રીતે સહન કરી શકે ? દેશમાં નાદ જાગ્યો : હિમાલય અમારો છે, અને દેશવાસી એના, અને એની દ્વારા આખા દેશના સંરક્ષણને માટે સર્વસમર્પણ કરવા કટિબધ્ધ થયા. શૂરતાને સાદ થયો. સમર્પણ ભાવને આહવાન કરવામાં આવ્યું. લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે એનો ઉત્તર આપવા માંડ્યા. સોનું, રૂપિયા, માણસોનો જાણે કે પ્રવાહ ચાલ્યો.

આવે વખતે કવિ, લેખક કે સાહિત્ય પ્રેમીનું કર્તવ્ય શું? દેશદાઝ તો તેના દિલમાં પણ ભરેલી છે. મને થયું કે આવે વખતે શું કરી શકાય ? ઘણું ઘણું કરી શકાય, કલમ પણ તેમાં કામ લાગે, ને પોતાનો ફાળો આપી શકે અને કાવ્યધારા વહેવા માંડી...એ ધારા એટલે જ હિમાલય અમારો.

Title Hits
લેખકને Hits: 3308
હિમાલય અમારો Hits: 4038
જનતા જાગી Hits: 3553
ડંકા-નિશાન Hits: 3376
સૌથી પ્યારી છે આઝાદી Hits: 3824
આસુરી બળોને Hits: 3442
ઓ ભારત, તારી શાન રહો ! Hits: 3524
જાણે કુંભકર્ણ ગયો હવે જાગી Hits: 3755
અવસર આવ્યો Hits: 3381
ભીતિ બધી આજ દો છોડી ! Hits: 3476
દેશપ્રેમ Hits: 3802
આકાંક્ષા Hits: 3263
દૈવી સંદેશ Hits: 3532
ભારતનો નવ નાશ થશે Hits: 3285
દેશની હાકલ પડી તો Hits: 3246
શ્રદ્ધા અને પાકી ખબર Hits: 3463
સત્યતણો છે જયજયકાર Hits: 3335
આહવાન Hits: 3428
ઓ ખાઈ ખોદનહારા Hits: 3283
દેશ માટે અર્પણ Hits: 3404
દેવ-દીકરી Hits: 3341
કેસરિયાં કરો Hits: 3165
ભાવના Hits: 3193
આઝાદીની પાંચાલી Hits: 3242
જુઓ પાછી કરો પાની Hits: 3161
ભારતમાની રક્ષા કાજે Hits: 2283
પીંખાયા દેશના સીમાડા Hits: 2182
ઉદબોધન Hits: 2280
રણ ચઢવા લલકારે Hits: 2226
ભલે થવાનું હોય તે થાય Hits: 2113

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting